શ્રીનગર/નવી દિલ્હી: કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેથપુરામાં ગત વર્ષે 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોને લેથપુરામાં સીઆરપીએફની 185મી બટાલિયનના મુખ્યાલયમાં સ્થાપિત કરાયેલા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અપાઈ. શ્રદ્ધાંજલિ સમારોહ પર સીઆરપીએફ ઉપરાંત સેના, જમ્મુ કાશ્મીર પોલીસના તમામ અધિકારીઓ હાજર હતાં. સીઆરપીએફના સ્પેશિયલ ડીજી (જમ્મુ અને કાશ્મીર) ઝૂલ્ફિકાર હસને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને જવાનોએ પણ શહીદ સ્મારક પર ફૂલ અર્પણ કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થશે, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન 


બેંગ્લુરુના ઉમેશ ગોપીનાથ જાધવ પણ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા પહોંચ્યા હતાં. તેમણે અનોખી રીતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી જેને જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે અને તમે તેમને સલામ કર્યા વગર રહી શકશો નહીં. ઉમેશ તમામ 40 જવાનોના ઘરે ગયા અને તેમના ગામની માટી ભેગી કરી. આ માટે તેમમે 61000 કિમીની મુસાફરી કરી. આ માટે શ્રીનગરમાં સીઆરપીએફના લેથપોરા કેમ્પ શહીદોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આજે તેમને ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યાં. 


જો કાર કે બાઈક ખરીદવાનું પ્લાનિંગ હોય તો સાવધાન....બદલાઈ રહ્યો છે આ નિયમ


સીઆરપીએફના સ્પેશિયલ ડીજી (જમ્મુ અને કાશ્મીર) ઝૂલ્ફિકાર હસને કહ્યું કે આ દેશની માટીમાં શહીદો માટે એવો જ જુસ્સો છે જે તેમની શહાદત બાદ પણ દેશને પ્રેરિત કરતો રહે છે. 


ડીજીના જણાવ્યાં મુજબ ષડયંત્ર રચનારાઓને મોતને ઘાટ ઉતારીને વીર જવાનોની શહાદતનો બદલો લઈ લેવાયો છે. ગત વર્ષ પુલવામા હુમલાને અંજામ આપનારા જૈશના તમામ આતંકીઓને ઠાર કરાયા છે. સુરક્ષા કવચ વધુ મજબુત હોય તેવા ફેરફાર પણ કરાયા છે. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ કે અન્ય રાજમાર્ગો પર ચાલનારા કાફલા સમયે કોઈ પણ સિવિલ ગાડીઓને સાથે દોડવાની મંજૂરી અપાતી નથી. કારણ કે સિવિલ ટ્રાફિકનો જ ફાયદો આત્મઘાતી હુમલાખોરે પુલવામા એટેકને અંજામ આપવા માટે ઉઠાવ્યો હતો. કાફલા રવાના થાય તે પહેલા રસ્તાની પૂરેપૂરી તપાસ થાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...